બુક પ્રતિભાવ -
હૃદયના કોઈક ગહન ખૂણે મંદ વહેતા લાગણીના જળમાં ભરતી આવેલી, ને તેના મોજા આંખોના કાંઠા ઓળંગીને ગાલ પર ધસી આવેલા. કાયમ કોઈપણ પુસ્તકને વિશ્લેષણ કરવા ટેવાયેલ મારું મન ભાવ અને શબ્દ પ્રવાહમાં એવુ તો તણાયેલું કે પુસ્તક પૂરું થયાં પછી પણ તેના પ્રભાવમાંથી બહાર નીકળવું અઘરું હતું. વિશ્લેષણ પણ વિસરાઈ ગયેલું. પાને - પાને નીતરતી નારીની વેદના, અને પરિસ્થિતિઓની આંટી - ઘૂંટીમાં અટવાતા, પછડાતા લોકો પ્રત્યે સહજ જ સહાનુભૂતી થઇ આવે. આ પુસ્તકે ખુબ રડાવી,મન વ્યાકુળ કરી મૂક્યું, ઊંડે હૃદયમાં નવી સમજણ રોપી, કંઈ કેટલુંય શીખવાડ્યું. વાંચ્યા પહેલાથી જ મારાં હૃદયમાં અનેરું સ્થાન પામેલ આ પુસ્તકને વાંચી લઈને સમજાણું કે શા માટે શરૂઆતથી જ આ પુસ્તક તરફ મને ખેંચાણ રહ્યું હતું. ખરેખર મારું મન મોહી ગયું.
- હિમાંશી પરમાર.
No comments:
Post a Comment