ઈશ્વર પેટલીકર લિખિત 'લોહીની સગાઇ' એ અદભુત વાર્તા સંગ્રહ છે. આ સંગ્રહમાં કુલ ઓગણીસ (19) વાર્તાઓનો સમાવેશ થયેલ છે, જે અનુક્રમે,
1- લોહીની સગાઇ,
2- જાદુ મંત્ર
3- સ્વર્ગમાં,
4- કેસર
5- એક જ રઢ
6- સ્મૃતિચિન્હ
7- હાજરાહજૂર દેવ
8- બુટપોલીશવાળો
9- સાપવાળા સાહેબ
10- રોહિણી
11- હરામનું ખાનાર દેવ
12- રાજુ
13- મોટીબહેન
14- આસોપાલવ
15- કંકોત્રી
16- મંગળફેરા
17- દેવનો દીધેલ
18- દ્વદ્વયુદ્ધ
19- રુદિયાનું દર્દ
આ તમામ વાર્તાઓમાં લોહીના સંબંધોની એક બીજા પરત્વેની લાગણી, પ્રેમ, કરુણાનું ઉત્તમ વર્ણન કરાયેલું છે. જેમ કે સ્વર્ગ, રોહિણી, લોહીની સગાઇ, દેવનો દીધેલ વગેરે જેવી વાર્તાઓમાં માતા - સંતાનના પ્રેમ અને વિયોગનું કરુણતમ વર્ણન વાંચીને વાચકના રુંવાટા ઉભા થયાં વિના ન રહે.વળી જે વાર્તા પરથી પુસ્તકનું નામ પડ્યું છે તે 'લોહીની સગાઇ' વાર્તા તો બધાથી ઉચ્ચ સ્થાન પામીલે છે. એક ગાંડી દીકરી પ્રત્યે માનો પ્રેમ અને ચિંતા, અને અંતે દીકરીના વિયોગથી મા પણ ગાંડી થઇ જાય તે દરેક વાચકને ઊંડે સ્પર્શી જાય. વાર્તાનો છેલ્લુ વાક્ય,
'અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતાં !'
આ વાક્ય માતૃત્વનું ઉચ્ચતમ શિખર કેવું હોઈ તેની જાંખી કરાવે છે. વળી આ વાર્તા લેખકના સ્વાનુભવ પરથી લખાય હોવાથી પણ બીજી વાર્તાઓ કરતા થોડી આગળ રહે છે. લેખકની ગાંડી બહેન અને માતાના જીવનથી પ્રેરિત થઈને આ વાર્તા લેખક ઈશ્વર પેટલીકર દ્વારા લખાઈ હતી.
લોહીની સગાઇ વાર્તા સંગ્રહ કુલ 232 પાનામા લખાયેલ છે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
No comments:
Post a Comment